શ્રાવણ માસે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવમહિમા કથા યોજાઈ
મહેસાણા, 31 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના ચાર સોમવાર શિવમહિમા કથાનું આયોજન કરાયું છે. અહીં દર સોમવાર રાત્રે 9 થી 11 કલાક સુધી વક્તા ડૉ. મમતાબેન પંડિત કથાનું રસપાન કરાવે છે. પ્રથમ સોમવારે
શ્રાવણ માસે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવમહિમા કથા યોજાઈ


મહેસાણા, 31 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના ચાર સોમવાર શિવમહિમા કથાનું આયોજન કરાયું છે. અહીં દર સોમવાર રાત્રે 9 થી 11 કલાક સુધી વક્તા ડૉ. મમતાબેન પંડિત કથાનું રસપાન કરાવે છે.

પ્રથમ સોમવારે શિવભક્તિનો મહિમાની કથાનું રસપાન કરાયું હતું. શિવ મહિમાનું વર્ણન કરતાં વક્તાએ જણાવ્યું હતું કે ભગવાન શિવને મેળવવા જીવ જાય છે, પણ નદીઓએ ધર્મનું સ્વરૂપ ધારણ કર્યું છે.

તેમના ચાર ચરિત્રમાં રહેલા સત્ય, તપ, પવિત્રતા અને દાનને જીવનમાં ઉતારવું જોઈએ. જેથી ભગવાન કૃષ્ણની જેમ પાંચ ઈન્દ્રિયોને સંયમ આવે, ભગવાન ગણપતિની જેમ બુદ્ધિ અને વિદ્વત્તા જગ્રત થાય અને ભગવાન હનુમાનજી જેવી વીરત હૉય તો જીવ શિવતત્વને પામી શકે છે.

શિવની ઉપાસનાની સાથે આરાધના પણ જરૂરી છે. શિવનો અર્થ જ કલ્યાણ છે. શિવ ભક્તોનું કલ્યાણ જ કરે છે. માઈકેડ રુદ્રિની કથા દ્વારા ભક્તના આયુષ્યમાં વધારો થયો અને આજે અમર બની ગયા છે. કથામાં રુદ્રાક્ષનું મહત્વ પણ સમજાવાયું

હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande