અંકલેશ્વર નોટીફાઇડ એરિયામાં ભાજપા દ્વારા વય વંદના નોંધણી અભિયાન હાથ ધર્યુ
ભરૂચ 5 જુલાઈ (હિ.સ.) : 65 વર્ષ પછી વયોવૃધ્ધ વડીલોને ઘણી બીમારીઓ આવી જતી હોય છે ત્યારે તેમની આવકનો સ્ત્રોત પણ નહીવત હોય છે.માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આવા 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે નિઃશુલ્ક સારવાર મળે તેવા આશયથી વય વંદના યોજના હેઠળ તેમના આય
અંકલેશ્વર નોટીફાઇડ ભાજપા દ્વારા વય વંદના નોંધણી અભિયાન હાથ ધર્યું હતું


અંકલેશ્વર નોટીફાઇડ ભાજપા દ્વારા વય વંદના નોંધણી અભિયાન હાથ ધર્યું હતું


અંકલેશ્વર નોટીફાઇડ ભાજપા દ્વારા વય વંદના નોંધણી અભિયાન હાથ ધર્યું હતું


અંકલેશ્વર નોટીફાઇડ ભાજપા દ્વારા વય વંદના નોંધણી અભિયાન હાથ ધર્યું હતું


ભરૂચ 5 જુલાઈ (હિ.સ.) : 65 વર્ષ પછી વયોવૃધ્ધ વડીલોને ઘણી બીમારીઓ આવી જતી હોય છે ત્યારે તેમની આવકનો સ્ત્રોત પણ નહીવત હોય છે.માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આવા 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે નિઃશુલ્ક સારવાર મળે તેવા આશયથી વય વંદના યોજના હેઠળ તેમના આયુષ્યમાન કાર્ડ બનાવી આપવા અભિયાન હાથ ધર્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં ભાજપા દ્વારા વૃધ્ધો માટે આરોગ્યની 10 લાખ સુધીની સુવિધાઓ મળે તે માટે કાર્ડ બનાવી આપવા વય વંદના શિબિર કરી હતી અને વડીલોને તેનો લાભ અપાવ્યો હતો.

વય વંદના નોંધાણી અભિયાન અંકલેશ્વર નોટીફાઈડ ભાજપા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા 05 લાખ અને ભારત સરકાર દ્વારા 05 લાખ એમ 10 લાખ જેટલી માતબાર રકમની આરોગ્ય સહાય આયુષ્યમાન કાર્ડ દ્વારા મળશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વય વંદના શિબિર હેઠળ 70 થી વધુ વડીલોનું નોંધાણી કાર્યક્રમમાં કાર્ડ બનાવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ જીલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી, કાર્યક્રમના સંયોજક દિવ્યેશ પટેલ, વયવંદના કાર્યક્રમના ઇન્ચાર્જ યોગેશ પટેલ, અંકલેશ્વર નોટીફાઈડ પ્રમુખ જય તેરૈયા, મહામંત્રી મનીષ ટંડેલ, વિજય પટેલ, જશુ ચૌધરી, અલ્પેશ પટેલ સહીત આગેવાનો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande