
સુરત, 17 માર્ચ (હિ.સ.) રાજ્યના નાગરિકોને સ્વસ્થ અને મેદસ્વિતાથી મુકત રાખવા રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત' અભિયાનને અનુલક્ષીને માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકાની આદર્શ નિવાસી શાળા ખાતે યોગ શિબિર યોજાઈ હતી.
શિબિર દરમિયાન ડો.પારૂલ પટેલ અને નવનીત શેલડિયાએ યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આજના ભાગદોડભર્યા જીવનમાં માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ અનિવાર્ય છે. તેમણે ઉપસ્થિત 145થી વધુ યોગ સાધકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરાવી, મેદસ્વિતા દૂર કરવા તથા તણાવમુક્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરીત કર્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો ઓર્ડિનેટર ડો.પારુલ પટેલ, સુરત જીલ્લા યોગ કો ઓર્ડિનેટર નવનીત શેલડિયાના માર્ગદર્શન હેઠળ આ યોગ શિબિરમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ મીનાબેન, તરસાડી મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન, ઉપપ્રમુખ દક્ષાબેન, શાળાના આચાર્ય રાહુલભાઈ શિક્ષક દિલીપભાઈ સહિત માંગરોળ તાલુકાના યોગ ટ્રેનર્સ તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે