સુરત જિલ્લામાં તા.18 થી 21 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી: તકેદારીનાં પગલા લેવા ખેડૂતમિત્રોને અનુરોધ
સુરત, 17 માર્ચ (હિ.સ.) રાજ્યના હવામાન વિભાગે તા. 18 માર્ચ થી તા.21 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓ સહિત સુરત, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને
સુરત જિલ્લામાં તા.18 થી 21 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી: તકેદારીનાં પગલા લેવા ખેડૂતમિત્રોને અનુરોધ


સુરત, 17 માર્ચ (હિ.સ.) રાજ્યના હવામાન વિભાગે તા. 18 માર્ચ થી તા.21 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓ સહિત સુરત, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા અનુરોધ કરાયો છે. જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો, ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવો, એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુતોએ કાળજી રાખવી. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે હાલપૂરતી ન લાવવી હિતાવહ છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande