પાટણમાં યોજાયેલી ફરિયાદ સમિતિ બેઠકમાં વિવિધ સમસ્યાઓ ઉકેલવા રજૂઆતો
પાટણ, 5 જુલાઈ (હિ.સ.)પાટણ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઈન્ચાર્જ પ્રાંત અધિકારી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે અનેક મહત્વની રજૂઆતો કરી હતી. પાટ
પાટણમાં યોજાયેલી ફરિયાદ સમિતિ બેઠકમાં વિવિધ સમસ્યાઓ ઉકેલવા રજૂઆતો


પાટણ, 5 જુલાઈ (હિ.સ.)પાટણ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઈન્ચાર્જ પ્રાંત અધિકારી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે અનેક મહત્વની રજૂઆતો કરી હતી. પાટણથી કણી સુધી સાંજે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી બસ સેવા શરૂ કરવાની માંગણી પર ડેપો મેનેજરે વિભાગીય નિયામકને દરખાસ્ત મોકલી છે.

પાટણની આદર્શ નિવાસી કુમાર શાળા (અનુ. જાતિ) માટે 5-6 એકર જમીન પર સરકારી મકાન ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે. બાલીસણા ગામે મફતગાળાની માપણી કરવામાં આવી છે, તેમજ પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ અને પરેડ ગ્રાઉન્ડના બાંધકામ માટે જમીન માપણીની નકલ પોલીસ ઇન્સ્પેક્ટરને પુનઃ મોકલવામાં આવશે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર નંબર 182 છેલ્લા બે વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે અને આઇસીડીએસ વિભાગે ટૂંક સમયમાં નવી આંગણવાડી શરૂ કરવાની ખાતરી આપી છે.

બસ સ્ટેન્ડ નજીક નવા સમ્પમાં પાણી નાખવાની માંગણી સંદર્ભે પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે સ્થળ તપાસ કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande