સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે બેઠક યોજાઈ
ગીર સોમનાથ, 29 એપ્રિલ (હિ.સ.) : કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રિ- મોન્સૂન તૈયારી અંગેની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસાની ઋતુમાં નાગરિકોને અગવડતા ન પડે તે માટે અગમચેતીના પગલા ભરી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેમજ લોકોની
કલેકટર  એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને


ગીર સોમનાથ, 29 એપ્રિલ (હિ.સ.) : કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રિ- મોન્સૂન તૈયારી અંગેની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસાની ઋતુમાં નાગરિકોને અગવડતા ન પડે તે માટે અગમચેતીના પગલા ભરી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેમજ લોકોની આરોગ્ય સુખાકારી જળવાય તે માટે આગોતરુ આયોજન કરવા માટે કલેક્ટરએ જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગ, નેશનલ હાઈવે, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે જરૂરી સૂચનાઓ આપી અને પ્રિ-મોન્સૂન અંગેની કામગીરી સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

કલેક્ટરએ અતિવૃષ્ટિની સ્થિતિમાં બોટ, જનરેટર, ફ્લડ લાઈટ્સ, કટર સહિતના સાધનો ચાલુ કન્ડિશનમાં હોય તેની ચકાસણી કરવા અને કંટ્રોલ રૂમની હેલ્પલાઈનમાં ત્વરિત જવાબ દેવા સહિત વોટર ડ્રેનેજ લાઈન ક્લિન કરવા, રેઈનગેજ, ભયજનક વૃક્ષોનું કટીંગ, દવા-ઈન્જેક્શન સહિત કલોરીનેશનનો સ્ટોક તૈયાર રાખવા તેમજ જ્યારે પણ ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ સમયે અગાઉથી એલર્ટ કરવાની વ્યવસ્થા, આશ્રયસ્થાનોની સ્થિતિ સહિત વિવિધ પાસાઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરએ ડૂબમાં રહેતા કોઝવેની ઓળખ કરવા, નગરપાલિકા વિસ્તારની ડ્રેનેજ લાઈનનું સફાઈકામ, સર્વે ટીમની રચના કરી અને સર્વે કરવાની સ્થિતિમાં ત્વરિત કાર્ય થઈ શકે તે સુનિશ્ચિત કરવા તેમજ નદી વિસ્તાર પાસે નીચાણવાળા વિસ્તારના ગામો પર સવિશેષ ધ્યાન આપી અને કાર્ય કરવા અંગે સૂચનો આપ્યાં હતાં.

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગ અને મકાન વિભાગ, ફિશરીઝ, બંદર વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ, નગરપાલિકા, સિંચાઈ, પી.જી.વી.સી.એલ. , પુરવઠા, પશુપાલન, વનવિભાગ, વાહનવ્યવહાર, ખેતીવાડી, પાણીપુરવઠા સહિત વિવિધ વિભાગની કામગીરી અંગે ચિતાર રજૂ કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ અંતર્ગત કરવાની થતી કામગીરી વિશે અવગત કરી ઔદ્યોગિક અને જન સુરક્ષાને પ્રાધાન્ય આપવાના હેતુથી મોકડ્રીલ તેમજ કંટ્રોલરુમ માટે જરુરી સ્ટાફ ફાળવણી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરએ સંપર્ક નંબર સહિત તરવૈયાઓની માહિતી, તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન/ વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન/ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સહિતની તૈયારીઓ સુનિશ્ચિત કરવા ઉપસ્થિત સર્વે અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ ‘આપદા મિત્રો’ના નામ અને મોબાઈલ નંબર સાથેનું લિસ્ટ, સ્વૈચ્છિક સંસ્થાઓની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી. જેથી સ્થળાંતર અથવા તો અન્ય કોઈ કપરી પરિસ્થિતિમાં સરળતાથી સંકલન થઈ શકે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી સર્વ જે.વી.કાકડિયા, કે.આર.પરમાર, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande