મૃતકના પરિવારને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા સહિત ટોળા સામે 3 ગુના દાખલ
- ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કંપની ઉપર બબાલનો મામલો - મેટ્રોપોલિટન એકઝીચેમ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગના મામલે 16 કામદારો દાઝી જતાં બેના મોત થયા હતા - રોશન વસાવાને ચૈતર વસાવાએ લાફો મારતા બહેરાશ આવી જવાની, પોલીસે ફરજમાં રુકાવટની અન
મૃતકના પરિવારને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા સહિત ટોળા સામે 3 ગુના દાખલ


મૃતકના પરિવારને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા સહિત ટોળા સામે 3 ગુના દાખલ


મૃતકના પરિવારને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા સહિત ટોળા સામે 3 ગુના દાખલ


મૃતકના પરિવારને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા સહિત ટોળા સામે 3 ગુના દાખલ


મૃતકના પરિવારને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા સહિત ટોળા સામે 3 ગુના દાખલ


- ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કંપની ઉપર બબાલનો મામલો

- મેટ્રોપોલિટન એકઝીચેમ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગના મામલે 16 કામદારો દાઝી જતાં બેના મોત થયા હતા

- રોશન વસાવાને ચૈતર વસાવાએ લાફો મારતા બહેરાશ આવી જવાની, પોલીસે ફરજમાં રુકાવટની અને કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશની સીકયુરીટીએ ફરીયાદ નોંધાવી

- ત્રણેય એફઆઈઆર સેન્સેટીવમાં પોલીસે નાખવી પડી

- ગુનાની માહિતી આપવામાં પણ પોલીસ મથકના પી.આઈ. વાઘેલા મીડીયાનો ફોન રીસીવ કરવા પણ તૈયાર નથી

ભરૂચ, 29 એપ્રિલ (હિ.સ.) : ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મેટ્રોપોલિટન એકઝીચેમ કંપનીમાં ગત તા.23 એપ્રિલના રોજ ભયંકર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરી રહેલા કામદારો ગંભીર પ્રકારે દાઝી ગયેલી અવસ્થામાં કંપનીની બહાર નીકળી ગયા હોય અને કામદારોના કપડા સહિત શરીરની ચામડી પણ દાઝી ગયેલ હતી અને આ ભયંકર ઘટનામાં 16 કામદારો ગંભીર રીતે દાઝી જતાં તમામને સુરત–વડોદરાની હોપિટલમાં ખસેડી ઘણાં કામદારો વેન્ટીલેટર પર હાલ સારવાર લઈ રહ્યાં છે અને બે કામદારોએ તો સારવાર દરમ્યાન જીવ પણ ગુમાવ્યા છે.આ ઘટનામાં ચૈતર વસાવા સહિતના ટોળા ઉપર ત્રણ જેટલી ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

ઝઘડિયા GIDC વિસ્તારમાં ચૈતર વસાવા અને તેમના સમર્થકો સામે એકસાથે ત્રણ ગુનાઓ નોંધાતા રાજકીય અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ જાગી છે. મૃતકના પરિજન તેમજ ભાજપના કાર્યકરને માર મારવા તેમજ બંધ કંપનીના દરવાજે ચઢીને ગેરકાયદે પ્રવેશ મેળવવા બદલ પોલીસ ફરિયાદ દાખલ થતાં સમગ્ર પંથકમાં વાતાવરણ તંગ બન્યું છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, ચૈતર વસાવા અને મૃતકના પરિજન તેમજ ભાજપના કાર્યકર રોશન વસાવા વચ્ચેના વિવાદમાં ચૈતર વસાવાએ રોશન વસાવાને લાફો મારી માર માર્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનામાં રોશન વસાવાને કાનમાં ગંભીર ઈજા (બહેરાશ) થવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે બાબતે ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીનો ગેટ બંધ હોવા છતાં ચૈતર વસાવાએ ગેટ પર ચઢીને કંપનીના પરિસરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. આ અંગે કંપનીના સિક્યુરિટી સ્ટાફે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ચૈતર વસાવા અને તેમના ટોળા સામે કુલ 3 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 'પોલીસની ફરજમાં રૂકાવટ' સહિતની કલમોનો સમાવેશ થાય છે. આ તમામ ફરિયાદ પક્ષોને ઓનલાઈન સેન્સિટિવ પોર્ટલ પર મૂકવામાં આવી છે.

આ સમગ્ર મામલે વધુ વિગતો મેળવવા માટે ઝઘડિયા ડીવાયએસપી અજય મીણાનો તેમજ GIDC પોલીસ મથકના પી.આઈ. વાઘેલાનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.

દરમિયાન, સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે કે, આગામી 30મી એપ્રિલના રોજ ઝઘડિયા GIDC વિસ્તારમાં કામદારો દ્વારા મોટું આંદોલન કરવામાં આવશે. આ સ્થિતિને જોતા સ્થાનિક પોલીસ માટે આ દિવસ પડકારરૂપ બની શકે છે અને કાયદો-વ્યવસ્થા જાળવવી પોલીસ માટે કસોટી સમાન સાબિત થશે તેવું જણાય છે.

રાજકીય આક્ષેપો અને પોલીસની ભૂમિકા

ષડયંત્રના આક્ષેપો આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાની વધતી જતી લોકપ્રિયતાને કારણે ભાજપ પોલીસનો દુરુપયોગ કરીને તેમને જેલમાં ધકેલવાનું ષડયંત્ર રચી રહ્યું હોવાનો આક્ષેપ છે.કંપની સામે કાર્યવાહીનો અભાવ ઝઘડીયા જીઆઈડીસીની કંપનીમાં કામદારોના મોત અને ઈજાની ઘટના છતાં, પોલીસે કંપની સામે 'માનવવધ' (Culpable Homicide) નો ગુનો દાખલ કર્યો નથી, જ્યારે જીપીસીબી દ્વારા કંપનીને ક્લોઝર આપવામાં આવ્યું છે.ચૈતર વસાવા પર કેસ પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને સહાયની માંગણી કરવા બદલ પોલીસે ચૈતર વસાવા અને તેમના સમર્થકો વિરુદ્ધ 3 ગુના દાખલ કર્યા છે. ઇસુદાન ગઢવીએ આ કાર્યવાહીને પક્ષપાતી ગણાવી છે.

'કામદાર એકતા ઝિંદાબાદ' આંદોલન

30 એપ્રિલ, ગુરુવારના રોજ ઝઘડીયા જીઆઈડીસી ખાતે વિશાળ આંદોલનનું એલાન આપવામાં આવ્યું છે.

ઉદ્દેશ્ય દુર્ઘટનામાં ભોગ બનેલા કામદારો અને તેમના પરિવારજનોના સમર્થનમાં અને તેમને ન્યાય અપાવવા માટે આ આંદોલન કરવામાં આવશે.સ્થિતિ આ આંદોલનની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં, સ્થાનિક પોલીસ તંત્ર માટે પરિસ્થિતિ સંભાળવી પડકારરૂપ બની શકે છે.

ચૈતર વસાવાનું સ્પષ્ટ વલણ ડરવાનો ઇનકાર ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપના દબાણ કે પોલીસ કેસોથી ડરવાના નથી.આંદોલન ચાલુ રહેશે કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનો ચાલુ રહેશે.

જેલ જવાની તૈયારી ચૈતર વસાવાએ હુંકાર કર્યો છે કે તેઓ એકલા નથી, જો જરૂર પડે તો '50 હજાર ચૈતર' જેલમાં જવા માટે તૈયાર છે.મુખ્ય દલીલ ઘટનાના પાંચ દિવસ પછી પણ કંપની સામે FIR ન નોંધાવી, તે પોલીસ તંત્રની કામગીરી પર મોટા સવાલો ઉભા કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande