મહેસાણા ઊંઝા ખાતે પ્રદેશ કારોબારી બેઠકનો ભવ્ય શુભારંભ, આગેવાનોએ દીપપ્રાગટ્ય કરી આપી નવી દિશા
મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે પ્રદેશ કારોબારી બેઠકનો વિધિવત પ્રારંભ ભવ્યતા અને શ્રદ્ધાભેર કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત ક્ષેત્રીય સંગઠન મંત્રી માન. ગીતેશજી ચવ્હાણ, પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભુતડિયા, પ્રદેશ મંત્રી સમર્થભા
મહેસાણા ઊંઝા ખાતે પ્રદેશ કારોબારી બેઠકનો ભવ્ય શુભારંભ, આગેવાનોએ દીપપ્રાગટ્ય કરી આપી નવી દિશા


મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે પ્રદેશ કારોબારી બેઠકનો વિધિવત પ્રારંભ ભવ્યતા અને શ્રદ્ધાભેર કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત ક્ષેત્રીય સંગઠન મંત્રી માન. ગીતેશજી ચવ્હાણ, પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભુતડિયા, પ્રદેશ મંત્રી સમર્થભાઈ ભટ્ટ તથા પ્રદેશ સંગઠન મંત્રી હિમાલયસિંહ ઝાલા જેવા આગેવાનોએ સંયુક્ત રીતે દીપપ્રાગટ્ય કરી કરી. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકર્તાઓએ તાળીઓની ગડગડાટ સાથે નેતાઓનું સ્વાગત કર્યું.

કારોબારી બેઠકમાં સંગઠનના ભાવિ આયોજન, કાર્યપદ્ધતિ, ગ્રામ્ય સ્તરે કાર્યકર્તાઓની ભૂમિકા અને પ્રદેશના વિકાસ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આગેવાનોએ કાર્યકર્તાઓને સંગઠન પ્રત્યે સમર્પણ, એકતા અને સકારાત્મકતા સાથે કાર્ય કરવાનું આહ્વાન કર્યું. બેઠકમાં સંગઠનના સશક્તિકરણ માટે નવી દિશા દર્શાવવામાં આવી તેમજ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને જનહિતનાં કાર્યક્રમોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શક વિચાર વિમર્શ યોજાયો.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ કહ્યું કે સંગઠનનું શક્તિ સ્થાન કાર્યકર્તાઓ છે અને તેમની મહેનતથી જ ભવિષ્યમાં મજબૂત સફળતા મેળવી શકાશે. ઊંઝા ખાતે યોજાયેલી આ પ્રદેશ કારોબારી બેઠક માત્ર ચર્ચા પૂરતી ન રહી, પરંતુ કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની. આ કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande