લીગ્સ કપ 2025: લિયોનેલ મેસ્સી ઈજાને કારણે, પુમાસ યૂનામ સામેની ઇન્ટર મિયામી મેચમાંથી બહાર રહેશે
મિયામી, નવી દિલ્હી, 6 ઓગસ્ટ (હિ.સ.) લીગ કપ 2025ના એક મહત્વપૂર્ણ મેચમાં ઇન્ટર મિયામીને, મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી, પુમાસ યૂનામ સામેની ગ્રુપ સ્ટેજ મેચમાંથી બહાર થઈ ગયા છે. ટીમના કોચ જાવિયર
મેસી


મિયામી, નવી દિલ્હી, 6 ઓગસ્ટ (હિ.સ.)

લીગ કપ 2025ના એક મહત્વપૂર્ણ

મેચમાં ઇન્ટર મિયામીને, મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી,

પુમાસ યૂનામ સામેની ગ્રુપ સ્ટેજ મેચમાંથી બહાર થઈ ગયા છે. ટીમના કોચ જાવિયર

માસ્ચેરાનોએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી.

માસ્ચેરાનોએ કહ્યું કે,” ગયા શનિવારે નેકૈક્સા સામે

મિયામીની જીત દરમિયાન મેસ્સીને, જમણી જાંઘના ઉપરના ભાગમાં થોડી સ્નાયુમાં ઈજા થઈ

હતી.”

માશેરાનોએ પત્રકારોને જણાવ્યું, ખરાબ સમાચાર

વચ્ચે સારી વાત એ છે કે, મેસ્સી સામાન્ય રીતે ઈજામાંથી ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ જાય

છે, પરંતુ તે સ્પષ્ટ

છે કે તે આવતીકાલની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ પછી આપણે જોઈશું કે તેની રિકવરી

કેવી છે.

મેસ્સીએ આ સિઝનમાં એમએલએસમાં સૌથી વધુ 18 ગોલ કર્યા છે

અને 2023 માં ઇન્ટર

મિયામીને, લીગ્સ કપ ટાઇટલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

લીગ્સ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે, ઇન્ટર

મિયામીએ પુમાસ યૂનામ સામેની આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. જો ટીમ નોકઆઉટ

સ્ટેજમાં પહોંચે છે, તો મેસ્સી પાસે

પાછા ફરવા માટે લગભગ બે અઠવાડિયા હશે.

ઇન્ટર મિયામીનો આગામી એમએલએસ મેચ રવિવારે, એર્લેન્ડો

સામે રમાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande