વિલ ઓ'રુર્કે ઝિમ્બાબ્વે ટેસ્ટમાંથી બહાર, બેન લિસ્ટર ટીમમાં સામેલ
બુલાવાયો, નવી દિલ્હી, 6 ઓગસ્ટ (હિ.સ.). ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર વિલ ઓ''રુર્કે પીઠની ઇજાને કારણે ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે, મંગળવારે આ વાતની પુષ્ટિ કરી. ડાબોડી ફાસ્ટ બોલર બેન લિસ્ટરને તેમના સ્થા
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર વિલ ઓ'રુર્કે


બુલાવાયો, નવી દિલ્હી, 6 ઓગસ્ટ (હિ.સ.). ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર વિલ ઓ'રુર્કે પીઠની ઇજાને કારણે ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે, મંગળવારે આ વાતની પુષ્ટિ કરી. ડાબોડી ફાસ્ટ બોલર બેન લિસ્ટરને તેમના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લિસ્ટર હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કરી શક્યો નથી અને તેમને આ શ્રેણી માટે કવર તરીકે બોલાવવામાં આવ્યા છે.

ઓ'રુર્કે એ, ઝિમ્બાબ્વે સામેની પહેલી ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યાં ત્રીજા દિવસે રમત દરમિયાન તેમને પીઠમાં જડતાનો અનુભવ થયો હતો. તેમણે તે મેચમાં કુલ 23 ઓવર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી.

પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવ્યું. હવે ટીમ બીજી ટેસ્ટ જીતીને બે મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા માંગશે. બીજી ટેસ્ટ 7 ઓગસ્ટથી બુલાવાયોના ક્વીન્સ ક્રિકેટ ક્લબ ખાતે શરૂ થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande