ભરૂચ હની સ્પાની આડમાં, એસઓજી પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું
21 વર્ષનો મેનેજર હતો તે 40 % પોતે રાખતો અને 60 % લલનાઓને આપતો હતો સ્પાનો મૂળ માલિક ભરૂચનો જ હોવાનું તપાસ કરતા ખુલ્યુ હતું પોલીસે 9500 નો મુદ્દામાલ અટક કર્યો હતો ટ્રાફિકીંગ પ્રીવેન્શન એક્ટ 1956ની કલમ 3,4,5,7 ભારતીય ન્યાય સહિંતા (BNS) કલમ 3(5) હેઠળ
ભરૂચ હની સ્પાની આડમાં એસઓજી પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું


ભરૂચ હની સ્પાની આડમાં એસઓજી પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું


21 વર્ષનો મેનેજર હતો તે 40 % પોતે રાખતો અને 60 % લલનાઓને આપતો હતો

સ્પાનો મૂળ માલિક ભરૂચનો જ હોવાનું તપાસ કરતા ખુલ્યુ હતું

પોલીસે 9500 નો મુદ્દામાલ અટક કર્યો હતો

ટ્રાફિકીંગ પ્રીવેન્શન એક્ટ 1956ની કલમ 3,4,5,7 ભારતીય ન્યાય સહિંતા (BNS) કલમ 3(5) હેઠળ ગુનો દાખલ

ભરૂચ 11 સપ્ટેમ્બર (હિ.સ.)

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃતિઓને લગામ લગાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના આદેશથી ભરૂચ એસ.ઓ.જીએ હની સ્પા નામના સેન્ટર પર છાપો મારી દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો.

શ્રવણચોકડી નજીક રંગપ્લેટીનુમા કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલા સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. એસઓજી પીએસઆઈ બી.એસ.શેલાણાને મળેલી બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા સ્પાની આડમાં કંઈક બીજું જ એટલે કૂટણખાનું ચાલતું હતું.

પોલીસે સ્થળ પરથી મેનેજર અરૂણ રામસ્વરૂપ જયરામ લોદી (વય 21)ને ઝડપી પાડ્યો છે.તે મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ચંદેરી તાલુકાનો મૂળ રહેવાસી છે અને હાલ ભરૂચમાં હની સ્પા ચલાવતા હતો.આ સમગ્ર ગેરકાયદેસર ધંધાનો મુખ્ય સંચાલક ઈશિપ્ત પટેલ રહે.ભરૂચ હોવાનું બહાર આવ્યું છે. તે હાલ ફરાર છે.અરુણ લોદી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી 40% પોતે રાખતો અને 60% રકમ દેહવ્યાપારમાં સંકળાયેલી યુવતિઓને આપતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રેડ દરમિયાન ડમી ગ્રાહક દ્વારા આપેલ 500ની બે ચલણી નોટો કુલ 1,000,મોબાઈલ ફોન કિંમત 5,000,ડમી ગ્રાહક મારફતે આપેલ 3,500 મળીને કુલ મુદ્દામાલ 9500 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિકીંગ પ્રીવેન્શન એક્ટ,1956ની કલમ 3, 4, 5, 7 તથા ભારતીય ન્યાય સહિંતા (BNS) કલમ 3(5) હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.જ્યારે પોલીસે ફરાર આરોપીની ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande