વોશિંગ્ટન (અમેરિકા), નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર
(હિ.સ.) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર
મોદીને ફોન કરીને તેમના 75મા જન્મદિવસની
શુભેચ્છા પાઠવી. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવામાં તેમના
સહયોગ બદલ તેમનો આભાર પણ માન્યો. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ
સોશિયલ પર લખ્યું, વડાપ્રધાન મોદી
ખૂબ સારું કામ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, મારા મિત્ર વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સાથે હમણાં જ એક અદ્ભુત ફોન કોલ થયો. મેં તેમને જન્મદિવસની ખૂબ ખૂબ
શુભેચ્છાઓ પાઠવી! તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. નરેન્દ્ર, રશિયા અને
યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં તમારા સહયોગ બદલ આભાર! રાષ્ટ્રપતિ
ડીજેટી.
ભારતના વડાપ્રધાન મોદીએ થોડા કલાકો પહેલા ફોન કોલ માટે યુએસ
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો, આભાર માન્યો અને કહ્યું કે,” અમેરિકન નેતાની જેમ, તેઓ પણ
ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે
પ્રતિબદ્ધ છે.”
વડાપ્રધાન મોદીએ એક્સપર એક પોસ્ટમાં
રાષ્ટ્રપતિ ટ્રમ્પને મારા મિત્ર તરીકે સંબોધ્યા. મોદીએ કહ્યું કે,”
ભારત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેમની પહેલને સમર્થન આપે છે.”
તેમણે કહ્યું, મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર
તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ
ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે
પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના, શાંતિપૂર્ણ ઉકેલ તરફની તમારી પહેલને સમર્થન
આપીએ છીએ.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ