જામનગરના કાલાવડ ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમનું કરાયું આયોજન
જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : આજથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાન અંતર્ગત, ‘સ્વચ્છોત્સવ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કાલાવડ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ​આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા
સ્વચ્છતા હી સેવા


જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : આજથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાન અંતર્ગત, ‘સ્વચ્છોત્સવ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કાલાવડ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ​આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના વિષય પર નાટકો અને ગીતો રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન “ઝીરો વેસ્ટ ઈવેન્ટ” તરીકે કરવામાં આવ્યું હતું, જેણે સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પ્રાદેશિક કમિશનર મહેશભાઈ જાની, નગરપાલિકાના પ્રમુખ રંજનબેન રાખોલિયા, ઉપપ્રમુખ દયાબેન ઝાપડા, ચીફ ઓફિસર નિકુંજ વોરા અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande