ધ્રોલમાં ઇનોવેટિવ સ્કૂલ ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવ કાર્યક્રમ યોજાયો
જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ​ધ્રોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવ કાર્યક્રમનું આયોજન ઇનોવેટિવ સ્કૂલ, ધ્રોલ ખાતે કરવામાં આવ્યું હતું. ​કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા જી
સ્વચ્છતા હી સેવા


જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ​ધ્રોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવ કાર્યક્રમનું આયોજન ઇનોવેટિવ સ્કૂલ, ધ્રોલ ખાતે કરવામાં આવ્યું હતું.

​કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા જીવનમાં સ્વચ્છતાના મહત્વ વિશે પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું. ત્યારબાદ, સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક લઘુ ફિલ્મનું પ્રદર્શન, સામૂહિક સ્વચ્છતા પ્રતિજ્ઞા, પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણ અને જાહેર જગ્યાઓની સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને રાજકોટ ઝોન નગરપાલિકા કમિશનર મહેશભાઈ જાનીની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી સાથે જ નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande