હારીજમાં આધાર કાર્ડ માંગતાં, વેપારીને માર મારી પીઓએસ મશીન તોડ્યું
પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજ નગરના હાઈવે ચાર રસ્તા નજીક આવેલા એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે એક ગ્રાહકે દુકાનદાર પર હુમલો કર્યો હતો. સવારે ડીએપી ખાતરની દસ થેલીઓ લેવા આવેલા કુકરાણા ગામના એક વ્યક્તિ પાસેથી દુકાનદાર હરિભાઈ મફાભાઈ પટેલે નિયમ મુજબ આધાર કાર્ડ
હારીજમાં આધાર કાર્ડ માંગતાં વેપારીને માર મારી પીઓએસ મશીન તોડ્યું


પાટણ, 18 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજ નગરના હાઈવે ચાર રસ્તા નજીક આવેલા એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે એક ગ્રાહકે દુકાનદાર પર હુમલો કર્યો હતો. સવારે ડીએપી ખાતરની દસ થેલીઓ લેવા આવેલા કુકરાણા ગામના એક વ્યક્તિ પાસેથી દુકાનદાર હરિભાઈ મફાભાઈ પટેલે નિયમ મુજબ આધાર કાર્ડ માંગ્યું હતું. પરંતુ ગ્રાહક ઉશ્કેરાઈ ગયો અને તેણે વેપારીએ સમજાવાનું છતાં ગાળો બોલી, છાતીમાં પકડી ધક્કો મારી માર માર્યો હતો.

ઘટનાક્રમ દરમિયાન ઉશ્કેરાયેલા ગ્રાહકે દુકાનમાં રહેલું પીઓએસ મશીન ઉઠાવી તોડી નાખ્યું હતું, જેના કારણે વેપારીએ અંદાજે રૂ. 24,000નું નુકસાન હોવાનું જણાવ્યું છે. ઘટના બાદ હરિભાઈ પટેલે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને વેપારીના મોબાઈલમાં રહેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં ગ્રાહક દ્વારા પીઓએસ મશીન તોડતી ઘટના સ્પષ્ટ રીતે જોવા મળી હતી. પોલીસે હવે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande