ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.): ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સેવા પખવાડિયા ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે દરરોજ 3 થી 4 કાર્યક્રમો સેવાના કરવામાં આવે છે. જે અન્વયે આજરોજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી તેમજ વહીવટી તંત્ર તેમજ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા આજરોજ સુત્રાપાડામાં ચોપાટી પર તેમજ દરિયા કાંઠાની સફાઈ તેમજ ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી અને સ્ટાફગણ દ્વારા સ્વચ્છતા રેલી તેમજ એસ.ટી.પી. પ્લાન્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, સુત્રાપાડા મામલતદાર ગૌડા સાહેબ, સુત્રાપાડા ચીફ ઓફિસર મૌલિકભાઈ વંશ, ખેરભાઈ, નગરપાલિકાના પ્રમુખ મનહરભાઇ બારડ, ઉપપ્રમુખ નરેશભાઇ કામળીયા, ભારતીય જનતા પાર્ટી સૂત્રપાડા શહેર પ્રમુખ સુરસિંહભાઈ મોરિ, મહામંત્રી સિદ્ધરાજભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન કૈલાશભાઈ રામ, હરેશભાઈ કામલીયા, કોળી સમાજના આગેવાન ડો રામભાઇ ચૌહાણ, નગરપાલિકાના સભ્ય અજયભાઇ બારડ,કાળાભાઈ બારડ, જેસીંગભાઇ નાથાભાઈ, નિલેશભાઈ મોરી, હરેશભાઇ મોરી, રામભાઈ પટેલ, જાનીભાઈ, જગાભાઈ કાછેલા, પૂર્વ પ્રમુખ દીપકભાઈ કછેલા, જેસીંગભાઇ બારડ, અનિલભાઈ ,રામભાઈ માંડાભાઈ, અરસી ભાઈ જાખોત્રા, સુત્રાપાડા નગરપાલિકાની ટિમ, તેમજ દરેક સમાજના આગેવાનો અને ભારતીય જનતાપાર્ટી ના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. આ સેવા પખવાડિયા ના કાર્યક્રમ દરમ્યાન પૂર્વ મંત્રી જશાભાઈ બારડની આગેવાનીમાં અને સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિવિધ સેવાકીય પ્રવુતિના કાર્યક્રમો યોજવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ