સુરત, 18 સપ્ટેમ્બર (હિ.સ.): ગોડાદરા, પટેલનગર બ્રીજ પાસે ઈન્સ્ટ્રા ચાય પાનના ગલ્લા પાસેથી 21 વર્ષના યુવકનું ફેક ઍકાઉન્ટના કેસમાં પકડાવી દેવાની અદાવત રાખી તેમજ કેસમાં થયેલા ખર્ચાના રૂપિયા કઢાવવા માટે બાઈક ઉપર ટોપી પહેરીને આવેલા છ થી સાત જણાઍ અપહરણ કરી કડોદરા ચાર રસ્તા પાસે ઉતારી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે.
બનાવની વિગત ઍવી છે કે, લિંબાયત, મંગલપાંડે હોલની પાછળ, જલારામનગર સોસાયટીમાં રહેતા અને પાણીપુરીની ચાલી ચલાવતા 44 વર્ષીય બબલુ છોટેલાલ માહોરનો દીકરો સંદિપ (ઉ.વ.21) મંગળવારે મોડી રાત્રે ત્રણેક વાગ્યાના આરસામાં ગોડાદરા, પટેલનગર બ્રીજ પાસે આવેલ ઈન્સ્ટા ચાય,પાનના ગલ્લા પાસે ઉભો હતો તે વખતે બાઈક ઉપર કાળા કલરની ટોપી પહેરીને આવેલા છ થી સાત જેટલા લોકોઍ તેની પાસે આવી તુï અમોને ફેક ઍકાઉન્ટના કેસમાં પકડાવી દીધા છે જેમા મારા રૂપિયા ખર્ચાયા છે જે રૂપિયા અમને પાછા આપી દે હોવાનુ કહી તેની સાથે બોલાચાલી ઝઘડો કરી બાઈક ઉપર અપહરણ કરી પટેલ નગર બ્રીજ તરફ નાસી ગયા હતા. જાકે બનાવ અંગે પોલીસને જાણ થતા આરોપીઓ ગભરાઈને સંદિપને કડોદરા ચાર રસ્તા પાસે ઉતારી નાસી ગયા હતા. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સંપદિનું બેન્ક ઍકાઉન્ટ આરોપી કમલેશ અને સાગર મની ટ્રાન્સફરના ઘંઘાના બહાને ઉપયોગ કરવા માટે લીધુ હતુ અને તેના ખાતામાં જમા થયેલા પૈસા પેકી 7.50 લાખ આપતો ન હતો જે પૈસાની લેતીદેતી મામલે સંદીપનું અપહરણ કરવામાં આવ્યું હતુ.
આ બનાવ અંગે ગોડાદરા પોલીસે બબલુભાઈ માહોરની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા (ઉ.વ.19.રહે, જલારામનગર પાંડેસરા) અને અશોક જાનકીલાલ સેન (ઉ.વ.58.ધંધો,વેપાર,રહે, ગાર્ડન વિલા, ડિંડોલી)ને ઝડપી પાડ્યા છે. આરોપી અશોકની પુછપરછમાં તેઓ મની ટ્રાન્સફરનું કામકાજ કરતા હતા તે દરમિયાન ચાર મહિના પહેલા તેના દીકરા કમલેશ સેન મારફતે તેના મિત્ર સંદિપ મારફતે બેન્કમાં ખાતુ ખોલાવ્યું હતુ. આ ખાતામાં 7.50 લાખ હતા તે કોઈઍ ઉપાડી લીધા હતા. આરોપીઓને ઍવી આશંકા હતી કે આ પૈસા સંદિપ માહોરઍ ઉપાડ્યા છે જેથી તેની પાસે પૈસાની માંગણી કરતા તે પૈસા આપવાની ના પાડતા અપહરણ કયું હોવાની કબુલાત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે