પોરબંદરમાંથી 240 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો
પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ચોપાટી રોડ પરથી પસાર થતી એક કારમાંથી એલસીબીએ વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો પોરબંદરના ચોપાટી રોડ પરથી પસાર થતી કાર નં -જીજે-25-જે-8850 ને પૂર્વ બાતમીના આધારે રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટ
પોરબંદર માંથી 240 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો.


પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ચોપાટી રોડ પરથી પસાર થતી એક કારમાંથી એલસીબીએ વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો પોરબંદરના ચોપાટી રોડ પરથી પસાર થતી કાર નં -જીજે-25-જે-8850 ને પૂર્વ બાતમીના આધારે રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-240 કિંમત રૂ.1,70,364ના મુદામાલ સાથે કિશન સાંજણ કોડિયતરને ઝડપી લીધો હતો.

પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂ.5,70,364નો મુદામાલ કબ્જે કર્યો હતો આ શખ્સની પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો બોખીરા વિસ્તારમાં રહેતા નાગા કિશન મકવાણા પાસેથી ખરીદ કર્યો હોવાની કબુલાત આપતા તેમની સામે પણ ગુન્હો નોંધવામા આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande