પ્રાંતિજ મેસ કોપીકાંડ મામલે શિક્ષણ વ્યવસ્થાની પવિત્રતા પર પ્રશ્નચિહ્ન,વિદ્યાર્થી નેતા દ્વારા કુલપતિને સંસ્થાની માન્યતા રદ કરવાની માંગ
પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજમાં થયેલા મેસ કોપીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કુલપતિને રજૂઆત કરી છે. તેમણે સંસ્થાની માન્યતા રદ કરવા, દોષિતો સામે કડક પગલાં લેવા અને સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

વિદ્યાર્થી નેતાએ જણાવ્યું કે આ કાંડ કોલેજના પ્રિન્સિપાલની હાજરી અને નિરીક્ષકોની આંખો સામે થયો, છતાં અત્યાર સુધી સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ટ્રસ્ટીએ વોટ્સએપ ગ્રુપ મારફતે ગેરરીતિને અંજામ આપ્યો હતો, જેને લઈ યુનિવર્સિટી એક્ટના સેક્શન 35 મુજબ કોલેજની માન્યતા રદ કરવાની તથા PEA Act, 2024 અને BNS, 2023 હેઠળ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.

સાથે જ, નિરીક્ષકો અને કોલેજ સ્ટાફને યુનિવર્સિટી એક્ટના સેક્શન 50 હેઠળ બ્લેકલિસ્ટ કરવાની અને વિદ્યાર્થી ઉપર લાગુ કરાયેલા દંડની જગ્યાએ સંસ્થા પર કઠોર આર્થિક દંડ લાદવાની રજૂઆત છે. વિદ્યાર્થી નેતાએ મેસના તમામ CCTV ફૂટેજ જાહેર કરવા તથા વોટ્સએપ ચેટ્સનું સાયબર ફોરેન્સિક ઓડિટ કરાવવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી કે જો કડક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં નકલી ડોક્ટરો અને પ્રોફેસરો તૈયાર થશે, જે સમાજ માટે જોખમરૂપ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande