ગીર સોમનાથ રાખેજ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાનનું આયોજન
ગીર સોમનાથ, 6 સપ્ટેમ્બર (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે આજે ગ્રામ પંચાયત સરપંચ વિપુલભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તથા ગામના યુવાનોના સહકારથી ભવ્ય સફાઈ અભિયાન યોજાયું હતું. આ અભિયાન દરમ્યાન ગામની મુખ્ય ગલીઓ, શેરીઓ, જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થળો
રાખેજ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ


ગીર સોમનાથ, 6 સપ્ટેમ્બર (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે આજે ગ્રામ પંચાયત સરપંચ વિપુલભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તથા ગામના યુવાનોના સહકારથી ભવ્ય સફાઈ અભિયાન યોજાયું હતું.

આ અભિયાન દરમ્યાન ગામની મુખ્ય ગલીઓ, શેરીઓ, જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી હતી. ગ્રામજનો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાતા સમગ્ર ગામમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાઈ હતી.

ગ્રામ પંચાયત સરપંચ વિપુલભાઈ પરમારે જણાવ્યું હતું કે, “સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નથી પરંતુ તેનો સતત પાલન કરવો જરૂરી છે. ગામના દરેક નાગરિકોએ ગામને સ્વચ્છ રાખવા માટે આવનારા દિવસોમાં પણ સહકાર આપવો જોઈએ.” આ અભિયાનને કારણે ગામમાં સ્વચ્છતા સાથે સાથે એકતા અને સામૂહિક ભાવના વધુ મજબૂત બની હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande