ખાંભા ગીર પંથકમાં પશુઓમાં ‘ખરવા’ રોગની શંકા, પશુપાલન વિભાગે સેમ્પલિંગ અને સ્કેનિંગ શરૂ કર્યું
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) ખાંભા તાલુકા સહિત ગીર પંથકના કેટલાક વિસ્તારોમાં પશુઓમાં ‘ખરવા’ નામના રોગના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. રોગની જાણ થતા તાત્કાલિક પશુપાલન વિભાગ દ્વારા સેમ્પલિંગ અને સ્કેનિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વિભાગની પશુચિકિત્સક ટીમો ગામેગામ ફરી રહી છે અને ગાય, ભેંસ સહિતના પશુઓની આરોગ્ય તપાસ કરી રહી છે. રોગના સંભવિત લક્ષણો ધરાવતા પશુઓના લોહી તથા અન્ય જરૂરી નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે, જેથી લેબોરેટરી તપાસ દ્વારા રોગની ખાતરી કરી શકાય. સાથે સાથે પશુઓની સ્કેનિંગ કરીને આંતરિક સ્થિતિની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. બીમાર પશુઓને અલગ રાખવા, સ્વચ્છતા જાળવવા અને અન્ય પશુઓ સાથે સંપર્ક ઓછો રાખવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જરૂરી જણાય ત્યાં તાત્કાલિક સારવાર અને રસીકરણની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી. સમયસર તપાસ અને સારવારથી રોગને ફેલાતો અટકાવી શકાય છે. પશુપાલકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખી વિભાગ સાથે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande