રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ અંતર્ગત, ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરતી ગીર સોમનાથ જિલ્લા ટ્રાફીક પોલીસ
ગીર સોમનાથ 14 જાન્યુઆરી (હિ.સ.) પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી તા.૦૧ જાન્યુઆરી થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ની ઉજવણી કરવા શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરીવર્તન થીમ પર માર્ગ સલામતી
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ


ગીર સોમનાથ 14 જાન્યુઆરી (હિ.સ.) પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી તા.૦૧ જાન્યુઆરી થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ની ઉજવણી કરવા શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરીવર્તન થીમ પર માર્ગ સલામતી વિષયક વિવિધ મુદ્દાઓ પર કાર્યક્રમો કરવા સુચના હોય જે અંતર્ગત, જુનાગઢ રેન્જ આઇ.જી.પી તથા પોલીસ અધિક્ષક નાઓએ ગીર સોમનાથ જીલ્લામા માર્ગ સલામતી માસ અનુસંધાને ટ્રાફીક અવેરનેસના કાર્યક્રમો તેમજ શાળા કોલેજોમા જાગૃતતા કાર્યક્રમો કરવા સારૂ સુચના કરેલ.

જે અનુસંધાને આજરોજ વેરાવળ શહેર ખાતે આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કુલ ખાતે ધોરણ ૦૬ થી ૧૨ ના વિધ્યાર્થીઓ માટે ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં જિલ્લા ટ્રાફીક શાખા દ્વારા માર્ગ સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ જેવા કે ટ્રાફીકના નિયમોની જાણકારી અને તેનુ પાલન, વાહન ચલાવતી વખતે હેલ્મેટ/સીટ બેલ્ટ નો ઉપયોગ તેમજ ચાલુ વાહને મોબાઇલ ઉપયોગ ટાળવો વિગેરે અગત્યના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ ટ્રાફીક સિગ્નલની માહિતી તથા રોડ ક્રોસ કરતી વખતે જિબ્રા ક્રોસીંગનો ઉપયોગ. તેમજ 'સાવચેતી એ જ સલામતી સુત્ર સાર્થક થાય તે માટે સંકલ્પ કરવવામાં આવેલ.

વધુમા, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિધ્યાર્થીઓને આજના સમયમાં થતા Cyber fraud/crime વિશે માહિતી આપવામાં આવેલ. તેમજ તેનાથી કઇ રીતે બચી શકાય. અને સાયબર હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવેલ.

વધુમા, મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા વિધ્યાર્થીઓને આજના સમયમાં થતા મહિલાઓ તથા બાળકો સાથે થતા અત્યાચારો/ગુના સંબંધિત માહિતી તેમજ બાળકોને Good Touch Bad Touch વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ મહિલા હેલ્પ લાઇન નંબર ૧૮૧ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવેલ.

વધુમા, એસ.ઓ.જી. શાખા તરફથી વિધ્યાર્થીઓને નશા મુકત ભારત રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત તંબાકુ, દારૂ. નશાકારક પદાર્થો વગેરે વ્યસનોના દૂષણથી જાગૃત કરવામાં આવેલ અને વ્યસન માત્ર વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર સમાજનું નાશ કરે છે. જે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande