
મહેસાણા, 14 જાન્યુઆરી (હિ.સ.) : મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલે ઉત્તરાયણ પર્વ (મકરસંક્રાંતિ)ની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરી. તેમણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાયેલી ઉજવણીમાં ભાગ લઈ પતંગ ચગાવી તહેવારની ખુશી વહેંચી. સ્થાનિક કાર્યકર્તાઓ, નાગરિકો અને પદાધિકારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે ઉજવણીનું મનમોહક વાતાવરણ જોવા મળ્યું.
લાખવડ ખાતે નાગરિક સહકારી બેન્કના ચેરમેન રાકેશ પટેલના નિવાસસ્થાને ઉત્તરાયણની ખાસ ઉજવણી યોજાઈ હતી. અહીં સાંસદ હરિભાઈ પટેલે પતંગ ચગાવીને કાર્યક્રમની શરૂઆત કરી. આ પ્રસંગે ભાજપ મહામંત્રી દિપક ચૌધરી, નટુભાઈ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ ઉપરાંત ધોબીઘાટ ખાતે પણ ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિરણસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બન્ને સ્થળોએ સાંસદ હરિભાઈ પટેલે પતંગ ચગાવી તહેવારની ઉજવણી કરી અને લોકોને સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે સુરક્ષા નિયમોનું પાલન કરીને જ તહેવારની સાચી મજા માણી શકાય. આ ઉજવણીઓએ મહેસાણા જિલ્લામાં ઉત્સાહ અને એકતાનું વાતાવરણ સર્જ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR