
ગીર સોમનાથ, 14 જાન્યુઆરી (હિ.સ.) : 69 મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા પ્રથમ વાર ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે. પ્રભાસપાટણના સદભાવના મેદાન ખાતે તા.19 થી 31 જાન્યુઆરી-2026 દરમિયાન ભાઈઓ અને બહેનો માટે સ્પર્ધા યોજાશે. જેમાં રાજ્યભરના ખેલાડીઓ ભાગ લેશે. કાર્યક્રમની રૂપરેખા આપતા પ્રાંત અધિકારી વિનોદ જોશીએ જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત, યુવા, સાંસ્કૃતિઓ સહયોગથી વિભાગના પ્રભાસપાટણના
સદભાવના મેદાન ખાતે રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાવા જઈ રહી છે. જેમાં અંડર-17 બહેનો માટે તા.19 થી 23 જાન્યુઆરી દરમિયાન અને અંડર-19 ભાઈઓ માટે તા.27 થી 31 જાન્યુઆરી 2026 સુધી દરમિયાન આ સ્પર્ધા યોજાશે. ખેલાડીઓ વિશેની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોની 35 જેટલી ટીમો ભાગ લેશે. જેમાં અંદાજે 600 રમતવીરો અને કોચ મેનેજરનો સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના કોચ ટ્રેનર સેવા દ્વારા વિવિધ કમિટીઓની રચના કરી સંકલન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ