કરુણા અભિયાન - 2026: ઉડે આભમાં પતંગો તમારી, પક્ષીઓ કહે સંભાળજો આભમાં છે સવારી અમારી..
ગાંધીનગર, 14 જાન્યુઆરી (હિ.સ.) : ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવાય છે. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઈજા કે મૃત્યુ પામે છે. આ અબોલ અને નિદોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે અને તેને બચાવવા આપની સૌની નૈતિક ફ
ફાઈલ ફોટો


ગાંધીનગર, 14 જાન્યુઆરી (હિ.સ.) : ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવાય છે. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઈજા કે મૃત્યુ પામે છે. આ અબોલ અને નિદોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે અને તેને બચાવવા આપની સૌની નૈતિક ફરજ છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકોના સાથ અને સહકારથી કરુણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવ્યુ છે. ઈજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા આ કરુણા અભિયાનમાં સહભાગી થવા વિનંતી છે. આપના વિસ્તારમાં કોઈ પણ ઈજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને કાણાંવાળા પૂઠાના બોક્ષમાં કે બાસ્કેટમાં રાખી તમારા નજીકના કોઈપણ એક કેન્દ્ર પર પહોંચાડશો અથવા મદદ માટે સંપર્ક કેન્દ્રોને જાણ કરશો.

આટલું કરીએ

* ફક્ત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવીએ.

* વૃક્ષો / ઈલેક્ટ્રીક લાઈન અને ટેલીફોન લાઈનથી દૂર પતંગ ચગાવીએ.

* ઘાયલ પક્ષીને જોતા તરત જ નજીકના સારવાર / બચાવ કેન્દ્રનો સંપર્ક કરીએ.

* ઘાયલ પક્ષી દેખાય તો વહીવટી તંત્રનો સંપર્ક કરીએ અથવા પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાંવાળા પૂંઠામાં રાખી સત્વરે નિર્ધારિત સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ.

* ઘરના ધાબામાં કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો યોગ્ય રીતે નિકાલ કરીએ.

આટલું ન કરીએ

* વહેલી સવારે ૯-00 વાગ્યાથી પહેલા કે સાંજના ૫-00 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ.

* કયારેય પણ તુક્કલ ન ચગાવીએ.

* ચાઈનીઝ, સીન્થેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ યગાવવામાં ઉપયોગ ન કરીએ.

* ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ.

* રાત્રીના સમયે ફટાકડા ન ફોડીએ.

* ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ.

* ઘાયલ પક્ષી પર પાણી ન રેડીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande