ચાણસ્મામાં ભારતી સોસાયટીમાં ઉત્તરાયણની સામૂહિક ઉજવણી
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્માના જુના સિનેમા પાસે આવેલી ભારતી સોસાયટીના રહીશોએ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર સામૂહિક ઉજવણી કરી હતી. સોસાયટીમાં પતંગ ચગાવવાની સાથે સૌ માટે સામૂહિક નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણની રાત્રીએ બટાટાવડા અને ચ
ચાણસ્મામાં ભારતી સોસાયટીમાં ઉત્તરાયણની સામૂહિક ઉજવણી


પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્માના જુના સિનેમા પાસે આવેલી ભારતી સોસાયટીના રહીશોએ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર સામૂહિક ઉજવણી કરી હતી. સોસાયટીમાં પતંગ ચગાવવાની સાથે સૌ માટે સામૂહિક નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્તરાયણની રાત્રીએ બટાટાવડા અને ચા-બટાટા પૌવાનો નાસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. પતંગ ચગાવ્યા બાદ સોસાયટીના તમામ રહીશોએ એકસાથે બેસીને નાસ્તાનો આનંદ લીધો હતો.

આ આયોજનમાં સોસાયટીના વડીલોના માર્ગદર્શન હેઠળ મહિલાઓએ નાસ્તો તૈયાર કર્યો હતો, જ્યારે યુવાનોએ નાસ્તા વિતરણ અને વ્યવસ્થા સંભાળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande