
ગીર સોમનાથ 16 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાડા મુકામે રગતિયાં દાદાની જગ્યા પર વાંઝા સમાજ દ્વારા ખિચડી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સમાજના આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
આ વખતના ખીચડી મહાપ્રસાદના દાતા વ.તુલસીભાઈ સીદીભાઈ જેઠવા હ.ઘેલુભાઈ તથા ભીખુભાઈ તથા કાંતિભાઈ તથા મહેશભાઈ મુ.વેલણવાળા હતાં તેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત સમાજની સાધારણ સભામાં ૧૬ મા સમૂહલગ્નનનો હિસાબ અને ૧૭માં સમૂહલગ્નનું આયોજન તેમજ સમાજમાં ચાલતી સમાજ સહયોગ યોજના અને ખુશીભેટ યોજના નો હિસાબ તેમજ હિગળાજ વાડીનો હિસાબ રજૂ કરવામાં આવ્યો પ્રમુખ રાજુભાઈ ચુડાસમા અને સમિતિના તમામ સભ્યઓ અને સમાજના વડીલો તેમજ યુવાન મિત્રોએ આ સામાજિક પ્રસંગના આયોજન અને વ્યવસ્થામાં કામગીરી કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ