રાષ્ટ્રીય કુટંબ કલ્યાણ કાર્યક્રમઃ વલસાડ જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા
વલસાડ, 16 જાન્યુઆરી (હિ.સ.) : વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કુટંબ કલ્યાણ કાર્યક્રમમાં સમગ્ર કુટુંબની સુખાકારીની ભાવના સાથે કુટુંબ નિયોજન કાર્યક્રમ અમલમાં છે. જે વસ્તી સ્થિરતા માટે તથા સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જે અંતર્ગત કુટુંબ નિયોજનની વિવિધ
રાષ્ટ્રીય કુટંબ કલ્યાણ કાર્યક્રમઃ વલસાડ જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા


વલસાડ, 16 જાન્યુઆરી (હિ.સ.) : વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કુટંબ કલ્યાણ કાર્યક્રમમાં સમગ્ર કુટુંબની સુખાકારીની ભાવના સાથે કુટુંબ નિયોજન કાર્યક્રમ અમલમાં છે. જે વસ્તી સ્થિરતા માટે તથા સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જે અંતર્ગત કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓનો (કાયમી અને બિનકાયમી) ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગે કુટંબમાં આ માટે સ્ત્રીઓને જવાબદારી આપવામાં આવતી હોય છે, જે ખરેખર તો પુરૂષ અને સ્ત્રીની સંયુક્ત ભાગીદારી હોવી જોઈએ. વસ્તી સ્થિરતા માટે મોટેભાગે સ્ત્રી ઓપરેશનની પધ્ધતિ પ્રચલિત છે. પરંતુ સરકારના અભિગમ મુજબ કુટંબની સુખાકારી માટે પુરૂષોની ભાગીદારી પણ વધે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.સિંઘ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.પી.સિંઘના માર્ગદર્શન હેઠળ ગત ડિસેમ્બર મહિનામાં કુલ 14 જેટલા પુરૂષ નસબંધી ઓપરેશનો કરવામાં આવ્યા છે. જેમાં ધરમપુર તાલુકાના સાત અને કપરાડા તાલુકાના સાત પુરૂષ ઓપરેશન કરવામાં આવ્યા છે. જે પ્રશંસનીય કામગીરી બદલ ધરમપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડો. જિજ્ઞેશ માહલા અને કપરાડાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. મહેશ પટેલ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

આરોગ્ય ખાતાના જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારીશ્રી પંકજભાઈ પટેલ તથા ધરમપુર તાલુકાના તાલુકા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી રાયલુભાઈ એસ. ગાંવિત સાથે સંકલન કરી વધુમાં વધુ પુરૂષો નસબંધી અપનાવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, એપ્રિલ 2025 થી આજદિન સુધીમાં જિલ્લામાં 46 પુરૂષ ઓપરેશનો કરાવી સમાજમાં પરિવર્તનનો સંદેશ આપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande