સાંતલપુર પંથકમાં નિર્માણાધીન બ્રિજ પાસે પીકઅપ ડાલુ અકસ્માતથી માંડ બચ્યું
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં નિર્માણાધીન બ્રિજ નજીક એક પીકઅપ ડાલુ ગંભીર અકસ્માતનો ભોગ બનતાં માંડ બચ્યું હતું. દાત્રાણા તરફથી સાંતલપુર જઈ રહેલા માર્ગ પર નવીન રોડની કામગીરી ચાલુ હોવાથી રસ્તો અત્યંત બિસમાર અને જોખમી બન્ય
Pickup Dalu saved in Santalpur


પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં નિર્માણાધીન બ્રિજ નજીક એક પીકઅપ ડાલુ ગંભીર અકસ્માતનો ભોગ બનતાં માંડ બચ્યું હતું. દાત્રાણા તરફથી સાંતલપુર જઈ રહેલા માર્ગ પર નવીન રોડની કામગીરી ચાલુ હોવાથી રસ્તો અત્યંત બિસમાર અને જોખમી બન્યો છે. આ દરમિયાન સાંતલપુર બાજુથી આવતું પીકઅપ ડાલુ અચાનક રોડની સાઈડમાં ઉતરી ગયું હતું.

માર્ગની સાઈડમાં ખોદકામ અને નબળી માટી હોવા છતાં ડ્રાઈવરની સતર્કતા અને સમયસૂચકતાને કારણે વાહન પલટી ખાતા બચી ગયું હતું, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.

માર્ગ નિર્માણ કરી રહેલા કોન્ટ્રેક્ટર દ્વારા તાત્કાલિક બે જેસીબી મશીનો મોકલવામાં આવી હતી અને ભારે જહેમત બાદ પીકઅપ ડાલુને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાએ નિર્માણાધીન સાઈટ પર સુરક્ષા સાધનો અને સ્પષ્ટ સંકેતોના અભાવને ઉજાગર કર્યો છે. સદનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ વાહનચાલકોમાં રોડની જોખમી હાલત અંગે ચિંતા જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande