જિલ્લા રોજગાર કચેરી દ્વારા સી.પી. ચોક્સી કોલેજ વેરાવળ ખાતે ભરતી મેળો યોજાશે
ગીર સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) : જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૯ જાન્યુઆરીના રોજ સી.પી.ચોક્સી. કોલેજ વેરાવળ ખાતે રોજગારવાંચ્છુંક ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં V5 ગ્લોબલ સર્વિસ લી. અમદાવાદ, એસ.બી.આઈ. લાઈફ ઈન
જિલ્લા રોજગાર કચેરી દ્વારા સી.પી. ચોક્સી કોલેજ વેરાવળ ખાતે ભરતી મેળો યોજાશે


ગીર સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) : જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૯ જાન્યુઆરીના રોજ સી.પી.ચોક્સી. કોલેજ વેરાવળ ખાતે રોજગારવાંચ્છુંક ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં V5 ગ્લોબલ સર્વિસ લી. અમદાવાદ, એસ.બી.આઈ. લાઈફ ઈન્શ્યોરન્સ વેરાવળ તેમજ પેટીએમ સર્વિસ પ્રા. લી. અમદાવાદ નોકરીદાતા ઉપસ્થિત રહેશે.

જેમાં વિવિધ લાયકાત અને અલગ-અલગ જગ્યાઓ માટે ધો.૧૦, ધો.૧૨, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા (૧૮ વર્ષ થી ૪૦ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુંક ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર કચેરી દ્વારા વધુમાં વધુ યોગ્ય ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લે એ માટેનો અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande