
ભાવનગર 18 જાન્યુઆરી (હિ.સ.) યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે, યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના મીટર ગેજ (MG) સેક્શનની કેટલીક ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર તારીખ 19 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.
યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવળથી દેલવાડા મુસાફરી કરનાર યાત્રીઓ માટે ટ્રેન નંબર 52949/52950 (વેરાવળ–દેલવાડા–વેરાવળ)ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન પોતાના નિર્ધારિત સમય અનુસાર જ ચાલતી રહેશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ, જેમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેવી ટ્રેનોની વિગત નીચે મુજબ છેઃ
1. ટ્રેન નંબર 52946 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી જૂનાગઢ સ્ટેશન પરથી 06.15 કલાકે પ્રસ્થાન કરશે અને વેરાવળ સ્ટેશન પર 10.25 કલાકે પહોંચશે.
2. ટ્રેન નંબર 52955 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી વેરાવળ સ્ટેશન પરથી 06.15 કલાકે પ્રસ્થાન કરશે અને જૂનાગઢ સ્ટેશન પર 10.25 કલાકે પહોંચશે.
3. ટ્રેન નંબર 52933 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી વેરાવળ સ્ટેશન પરથી 14.45 કલાકે પ્રસ્થાન કરશે અને જૂનાગઢ સ્ટેશન પર 18.55 કલાકે પહોંચશે.
4. ટ્રેન નંબર 52956 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન તારીખ 20.01.2026થી જૂનાગઢ સ્ટેશન પરથી 08.00 કલાકે પ્રસ્થાન કરશે અને વેરાવળ સ્ટેશન પર 12.10 કલાકે પહોંચશે.
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, સુધારેલ સમયપત્રકની વિગત સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહી છે તેમજ રેલવેના અધિકૃત માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી યાત્રીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
યાત્રીઓને વિનંતી છે કે મુસાફરી પૂર્વે નવીનતમ સમયપત્રકની માહિતી અવશ્ય મેળવી લે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ