
ગીર સોમનાથ, 18 જાન્યુઆરી (હિ.સ.) : મંડોરણા ગામમાં વસતા 90 વર્ષથી વધુ ઉમરના ચૌદ જેટલા દાદા-દાદી સમાન વયોવૃદ્ધોનું પુષ્ટિ વૃંદ દ્વારા તેમના નિવાસસ્થાને જઈ શાલ, સાકરનો પડો અને ઉપરણો અર્પણ કરી, ચંદન ચાંદલા તથા મીઠું મોઢું કરાવી અદકેરું સન્માન કરાયું હતું. વડિલો અને તેમના પરિવારના ચહેરા પર ખુશી ઝળકી ઉઠી હતી. સાથે ભોજન સેવા આપતા નિર્મળાબેન તુલસીભાઈ વરસાણીનું પણ બહુમાન કરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ