રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસે લોકભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન
ગાંધીનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા લેડી ગવર્નર દર્શના દેવીના જન્મદિવસ પર લોકભવન ખાતે રક્તદાન શિબિર યોજવાની એક સુદૃઢ પરંપરા રહી છે. આ પરંપરાને અવિરત જાળવી રાખતાં અને જન્મદિવસને જનકલ્યાણના ઉત્સવરૂપે ઉજવવાની ભાવના સાથે, આ વર
લોકભવન


લોકભવન


ગાંધીનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા લેડી ગવર્નર દર્શના દેવીના જન્મદિવસ પર લોકભવન ખાતે રક્તદાન શિબિર યોજવાની એક સુદૃઢ પરંપરા રહી છે. આ પરંપરાને અવિરત જાળવી રાખતાં અને જન્મદિવસને જનકલ્યાણના ઉત્સવરૂપે ઉજવવાની ભાવના સાથે, આ વર્ષે પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસના નિમિત્તે લોકભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવીજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બ્લડ કેમ્પની મુલાકાત લઈને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

રાજ્યપાલ પ્રત્યે સ્નેહ અને આદર વ્યક્ત કરતાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું, જેના પરિણામે કુલ 576 યુનિટ રક્ત એકત્ર થયું હતું. આટલું રક્ત 1,728 લોકોને નવજીવન આપી શકે છે.

સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર, યુ.એન. મહેતા હોસ્પિટલ, શ્રદ્ધા દિપ બ્લડ સેન્ટર ગાંધીનગર, અમદાવાદ રેડક્રોસ સોસાયટી સહિતની બ્લડ બેંકના સૌજન્યથી આયોજિત આ રક્તદાન શિબિરમાં સુરક્ષાદળો, એન.એસ.એસ., એન.સી.સી., કોસ્ટ ગાર્ડ તથા હોમ ગાર્ડના જવાનો, મેડિકલ તથા એન્જિનિયરિંગ કોલેજ, પી.ડી.પી.યુ., ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ રિસર્ચ, કામધેનુ યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ સાદરા તથા અમદાવાદના વિદ્યાર્થીઓ તેમજ પ્રોજેક્ટ રક્તકણિકા જેવી સ્વયંસેવી સંસ્થાઓના સ્વયંસેવકોએ રક્તદાન કર્યું હતું.

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હોસ્ટમેન, એ.ડી.સી. બેંક, શ્રદ્ધા દીપ બ્લડ સેન્ટર, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, યુ.એન. મહેતા હોસ્પિટલ, જી.એ.આઇ.આર. સહિતની સંસ્થાઓએ રક્ત દાતાઓનો ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું. લોકપાલ ગાંધીનગર અને જિલ્લા સૈનિક વેલ્ફેર બોર્ડનો પણ સહયોગ રહ્યો હતો. આ બ્લડ કેમ્પનું સંચાલન લોકભવનના ચિકિત્સક ડૉ. શશાંક સિમ્પીએ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande