
પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : સરસ્વતી તાલુકાના જેસંગપુરા ગામના વતની જોષી કમલેશએ મહારાષ્ટ્રમાં BSFની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત આવ્યા. તાલીમ પૂર્ણ થયા બાદ તેમને આસામમાં પોસ્ટિંગ મળ્યું છે.
કમલેશભાઈના આગમનથી આખું જેસંગપુરા ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું. ગ્રામજનોએ વાયડ બસ સ્ટેન્ડથી એક ભવ્ય શોભાયાત્રા કાઢી, જેમાં લોકો તિરંગા લઈ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા વાતાવરણ ગુંજી ઉઠ્યું.
ગ્રામજનોએ પોતાના જવાન કમલેશનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને ગર્વની લાગણી વ્યક્ત કરી, જેથી ગામના દરેક રહેવાસી દેશભક્તિના ભાવમાં જોડાઈ ગયા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ