
સુરત, 19 જાન્યુઆરી (હિ.સ.): ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા “બાળ અધિકારોઃ બાળ સુરક્ષા, સ્વાસ્થય, પોષણ, બાળ વિવાહ મુક્ત ભારત, બાળ મજુરી, પોકસો વિષયક જાગૃતિ, RTE વિષયક જાણકારી તેમજ બાળ અધિકાર કાયદાઓના અસરકારક અમલીકરણ માટે આગામી તા.23/1/2026ના રોજ સવારે 10:00 વાગે કામરેજ તાલુકાના દલપત રામા ભવન, રામ કબીર શૈક્ષણિક સંકુલ ખાતે દક્ષિણ ગુજરાતના ઝોન કક્ષાનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપમાં બાળ અધિકાર સંલગ્ન કાયદાઓની સમજ, અમલીકરણ અંગે પડકારો- સમસ્યાઓ, બેસ્ટ પ્રેકટીસ, સ્ટેટ હોલ્ડર અને જવાબદારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ વર્કશોપમાં વિષય નિષ્ણાંતો/ તજજ્ઞો દ્વારા જાણકારી આપવામાં આવશે.
આ વર્કશોપમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ જીલ્લાઓ માટે ઝોન કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં અંદાજે 500 જેટલા પાર્ટીશીપન્ટસ ભાગ લેશે. તેમ ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના સચિવની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે