સોમનાથના પનોતા પુત્રની રાષ્ટ્રીય સ્તરે ગુંજ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–2026 માં ઘુસીયા ગામના જયદીપ વાળાએ ગૌરવ વધાર્યું
સોમનાથ,19 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઘુસીયા ગામના યુવાન જયદીપ કાનજીભાઈ વાળાએ રાષ્ટ્રીય સ્તરે આયોજિત પ્રતિષ્ઠિત ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–2026 માં ભાગ લઈને સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશ
ગુંજ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–


સોમનાથ,19 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઘુસીયા ગામના યુવાન જયદીપ કાનજીભાઈ વાળાએ રાષ્ટ્રીય સ્તરે આયોજિત પ્રતિષ્ઠિત ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–2026 માં ભાગ લઈને સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું છે.

ભારત સરકાર દ્વારા આયોજિત આ નેશનલ યુથ ફેસ્ટિવલમાં દેશભરમાંથી અંદાજે 50 લાખથી વધુ યુવાનો જોડાયા હતા. ચાર કઠિન અને સ્પર્ધાત્મક તબક્કાઓ બાદ દેશભરમાંથી માત્ર 3000 તેજસ્વી યુવાનોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં જયદીપભાઈ વાળાએ સ્થાન મેળવી પોતાની પ્રતિભા, વિચારશક્તિ અને નેતૃત્વ ક્ષમતાનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે.

દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન જયદીપભાઈએ‘પરંપરા સાથે નવીનતા: આધુનિક ભારતનું નિર્માણ’

(Innovation with Tradition: Building a Modern Bharat) વિષય પર અસરકારક પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીીના ‘વિકસિત ભારત 2047 ના દ્રષ્ટિગત વિઝનને કેન્દ્રમાં રાખીને તેમણે પરંપરાગત ભારતીય મૂલ્યો અને આધુનિક નવીનતાના સંયોજન દ્વારા આત્મનિર્ભર, સશક્ત અને સર્વસમાવેશી ભારતના નિર્માણની સ્પષ્ટ રૂપરેખા રાષ્ટ્રીય મંચ પર રજૂ કરી હતી.

જયદીપભાઈની આ સિદ્ધિ ગીર સોમનાથ જિલ્લાના યુવાનો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. તેમની સફળતા એ વાતની સાક્ષી આપે છે કે સ્પષ્ટ દ્રષ્ટિકોણ, સતત મહેનત અને દેશપ્રેમ સાથે યુવાનો રાષ્ટ્રીય સ્તરે પોતાની અલગ ઓળખ ઊભી કરી શકે છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જયદીપભાઈના પિતા કાનજી વાળા વ્યવસાયે છકડો રિક્ષા ચલાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતાં જયદીપની આ અસાધારણ સફળતા જિલ્લાના અન્ય યુવાનો માટે નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રસેવા માટેનું મજબૂત પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande