
ગીર સોમનાથ, 19 જાન્યુઆરી (હિ.સ.) : કોડીનાર કારડીયા રાજપૂત યુવક મંડળ અને સમસ્ત વાડી વિસ્તાર પરિવાર આયોજીત શુટિંગ ઇન્વીટેશન ટુર્નામેન્ટ કોડીનાર મુકામે યોજાયેલી જે ટુર્નામેન્ટ મા ગુજરાતની સર્વ નામાંકિત ટિમો આવેલ જે ટુર્નામેન્ટ નું ઓપનિંગ શિવાભાઈ સોલંકી (ઉપ પ્રમુખ કોડીનાર નગરપાલિકા ) એ દીપ પ્રાગટય અને વોલિબલ સર્વિસ કરી ખુલ્લી મુકેલ હતી. જે પ્રસંગે તમામ સમાજના સર્વ લોકોની સાથે સાથે કોડીનાર તાલુકા ભા.જ.પ પ્રમુખ જીતુભાઈ બારડ, કોડીનાર શહેર પ્રમુખ અજયભાઈ પરમાર, એહશાનભાઈ નકવી ( પ્રમુખ કોડીનાર નગર પાલિકા), ભગુભાઈ પરમાર (પૂર્વ તાલુકા ભા.જ.પ પ્રમુખ),દિલીપભાઈ મોરી (પ્રમુખશ્રીકોડીનાર તાલુકા સંઘ) , માનસિંગભાઈ ચૌહાણ (ડાયરેક્ટર બીલેશ્વર ખાંડ ઉદ્યોગ) રફીકબાપુ જુનેજા (પૂર્વ પ્રમુખ કોડીનાર નગર પાલિકા) જીશાનભાઈ નકવી , તેમજ જીલ્લા પંચાયતના સભ્યઓ, કોડીનાર તાલુકા પંચાયતના સભ્યઓ, કોડીનાર નગર પાલિકાના તમામ સભ્યઓ,કોડીનાર નગર પાલિકા ચીફ ઓફિસર તથા દરેક સમાજના અગ્રણીઓ હાજર રહી ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
જે ટુર્નામેન્ટની ફાઇનલમા આદિનાથ એજન્સી (આઇસર ટ્રેક્ટર) અને પ્રગતિ સુપર સિક્સ (વનરાજભાઈ જાદવ) ની ટિમો આવેલ જેમાં આદિનાથ એજનસી ટિમ નો વિજય થયેલ જેમને ૨૫,૧૨૫/- રૂપિયા અને રનર્સ અપ ટીમને ૧૫,૧૧૫/- જેવી રકમ સાથે આકર્ષક ટ્રોફી આપી સન્માનિત કરેલ, જ્યારે આ ટુર્નામેન્ટ ની સફળ અને ભવ્ય બનાવવા સ્વ.જેશીંગભાઈ ની સાથે મિત્રતા ભાવ સાથે જોડાયેલા દરેક મિત્રો અને રાજપૂત યુવક મંડળ અને સમસ્ત વાડી વિસ્તાર પરિવારના દરેક લોકોના સાથ સહકાર માટે આયોજકો હૃદયપૂર્વક આભાર માને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ