
ગીર સોમનાથ, 19 જાન્યુઆરી (હિ.સ.) : કોડીનાર તાલુકા કાનૂની સેવા સમિતિ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનાર દ્વારા સયુંકત ઉપક્રમે જે.એસ.પરમાર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાથીઓને ઇન્ટર્ન્સશિપના ભાગ રૂપે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અને અને સ્વછતા, અને વુક્ષોની જાળવણી અને તેનું મહત્વ વિશે સમજ અપાઈ હતી તેમજ પરંપરાગત સ્રોતોની પણ માહિતી આપવામાં આવી અને ઇકો બ્રિક સિસ્ટમ વિશે સમજાવ્યું હતું.
આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ મકવાણા, ઇન્ટેન્ટશિપ નોડલ ઓફિસર પ્રો.આર.એન ડોડીયા, સુપરવાઇઝર પ્રો.રસીલાબેન પરમાર તેમજ મેન્ટોર મોહિત દેસાઈ અને પ્રો. ડૉ હર્ષદ પટેલ, મેહુલ ઝણકાટ તેમજ વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ