પાટણમાં ₹1.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
પાટણ, 10 માર્ચ (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના (UDP-88) અંતર્ગત શહેરના 32 વિસ્તારોમાં રૂ. 1.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હત
પાટણમાં ₹1.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.


પાટણ, 10 માર્ચ (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના (UDP-88) અંતર્ગત શહેરના 32 વિસ્તારોમાં રૂ. 1.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક અને વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરાશે. જળચોક, ઉંચામાઢ વિસ્તારમાં સીસી રોડ બનાવાશે તેમજ કુમારપાળ સોસાયટી પાછળના ભવાની પાર્ક અને વિશ્વકર્મા સોસાયટીના મુખ્ય માર્ગોનું નવીનીકરણ પણ કરવામાં આવશે. કુલ રૂ. 1,89,30,485ના ખર્ચે આ કામો પૂર્ણ થશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, જયેશ પટેલ, દેવચંદ પટેલ અને દીક્ષિત પટેલ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કામોથી સ્થાનિક રહેવાસીઓની રસ્તા અને પાણીના નિકાલની સમસ્યાઓમાં રાહત મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande