નવાં વર્ષ નિમિત્તે મહેસાણામાં પ્રાકૃતિક ખેત પેદાશ કેન્દ્રના પ્રચાર માટે થેલીઓનું વિતરણ
મહેસાણા, 02 જાન્યુઆરી (હિ.સ.) : નવાં વર્ષની ઉજવણીના શુભ અવસરે મહેસાણા ખાતે આવેલ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર તથા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખેડૂતો માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વ
નવાં વર્ષ નિમિત્તે મહેસાણામાં પ્રાકૃતિક ખેત પેદાશ કેન્દ્રના પ્રચાર માટે થેલીઓનું વિતરણ


મહેસાણા, 02 જાન્યુઆરી (હિ.સ.) : નવાં વર્ષની ઉજવણીના શુભ અવસરે મહેસાણા ખાતે આવેલ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર તથા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખેડૂતો માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા દ્વારા ખેડૂતોને વિશેષ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ થેલીઓનું મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાનો હતો. થેલીઓ પર પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ આહાર અને સ્થાનિક ખેડૂતોના ઉત્પાદનને પ્રોત્સાહન આપતા સંદેશો મૂકવામાં આવ્યા હતા, જેથી ગ્રાહકોમાં પ્રાકૃતિક ખેત પેદાશ પ્રત્યે જાગૃતિ વધે. ખેડૂતો જ્યારે આ થેલીઓનો ઉપયોગ કરે ત્યારે લોકોમાં પ્રાકૃતિક ખેતી તરફ રસ અને વિશ્વાસ વધે તેવો આશય રાખવામાં આવ્યો છે.

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ માનવ સ્વાસ્થ્ય, જમીન સંરક્ષણ અને પર્યાવરણ માટે આવશ્યક અભિગમ છે. આવા પ્રચારાત્મક પ્રયાસોથી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને બજાર સાથે વધુ સારી રીતે જોડાણ મળશે અને તેમના ઉત્પાદનોને યોગ્ય ભાવ મળશે. નવાં વર્ષના આરંભે યોજાયેલો આ કાર્યક્રમ ખેડૂતોમાં ઉત્સાહ અને પ્રેરણા જગાવનાર સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande