સૂર્યપ્રતાપગઢમાં રૂ. 124 લાખની નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ
અમરેલી, 02 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામે અંદાજિત રૂ. 124 લાખના ખર્ચે તૈયાર થયેલ નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા.
સૂર્યપ્રતાપગઢમાં રૂ. 124 લાખની નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ


અમરેલી, 02 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામે અંદાજિત રૂ. 124 લાખના ખર્ચે તૈયાર થયેલ નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સાથે જ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે આધુનિક અને સુવિધાસભર શિક્ષણ માળખાનો નવો અધ્યાય શરૂ થયો છે.

નવનિર્મિત શાળા ભવનમાં વિશાળ અને હવામાંદાર વર્ગખંડો, સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, બેઠક વ્યવસ્થા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ શાળા વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા સાથે તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મંત્રી કોશિક વેકારીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત આધાર છે. ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક શાળાઓનું નિર્માણ થવાથી બાળકોને શહેર સમકક્ષ સુવિધાઓ મળશે અને તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે. તેમણે સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, શાળા સ્ટાફ, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનોએ નવી શાળા બદલ આનંદ વ્યક્ત કરી સરકાર અને મંત્રીનો આભાર માન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande