સુરતમાં 150+ સ્પીડે BMW-મહિન્દ્રાની રેસ, ભયાનક અકસ્માત
સુરત, 02 જાન્યુઆરી (હિ.સ.): સુરત શહેરમાં હાઈસ્પીડ ડ્રાઈવિંગ અને નશામાં ગાડી ચલાવવાની એક ગંભીર ઘટના સામે આવી છે. BMW અને મહિન્દ્રા જેવી મોંઘી કારો વચ્ચે જાહેર રસ્તા પર 150 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે રેસ લગાવવામાં આવી હતી, જેના CCTV ફૂટેજ હવે સામે આવ
Accident


સુરત, 02 જાન્યુઆરી (હિ.સ.): સુરત શહેરમાં હાઈસ્પીડ ડ્રાઈવિંગ અને નશામાં ગાડી ચલાવવાની એક ગંભીર ઘટના સામે આવી છે. BMW અને મહિન્દ્રા જેવી મોંઘી કારો વચ્ચે જાહેર રસ્તા પર 150 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે રેસ લગાવવામાં આવી હતી, જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. આ રેસ દરમિયાન રસ્તો જાણે બાનમાં લઈ લેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું હતું.

માહિતી મુજબ, મંથન પટેલ નામના યુવકે દારૂના નશામાં કાર ચલાવી રેસ લગાવી હતી. આ બેદરકારીના પરિણામે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 3 કારને નુકસાન થયું હતું અને રસ્તા પર આવેલા 3 વીજપોલ તૂટી પડ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમા અફરાતફરી મચી ગઈ હતી.

CCTV ફૂટેજમાં અકસ્માત પછી એક કાપડ વેપારી ઘટનાસ્થળેથી ભાગતો જોવા મળ્યો હતો, જેને લઈને શંકાઓ ઉઠી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે CCTVના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande