મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષ પૂર્ણ થતાં રૂ.836 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત
મહેસાણા, 02 જાન્યુઆરી (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવભરી ઉપસ્થિતિમાં વિશાળ વિકાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષ પૂર્ણ થતાં ₹836 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ–ખાતમુહૂર્ત


મહેસાણા, 02 જાન્યુઆરી (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવભરી ઉપસ્થિતિમાં વિશાળ વિકાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા ₹140 કરોડના વિકાસ કાર્યો તેમજ મહેસાણા જિલ્લાના વિવિધ વિભાગોના ₹696 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમ કુલ ₹836 કરોડના વિકાસ પ્રકલ્પો જનતાને સમર્પિત કરવામાં આવ્યા.

આ વિકાસ પ્રકલ્પોમાં માર્ગ અને માળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, શહેરી સૌંદર્યીકરણ, આરોગ્ય, શિક્ષણ તેમજ નાગરિક સુવિધાઓને લગતા અનેક મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પો પૂર્ણ થતાં મહેસાણા શહેર અને સમગ્ર જિલ્લાની વિકાસ ગતિને વધુ વેગ મળશે તેમજ નાગરિકોના જીવનસ્તર સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

કાર્યક્રમને સંબોધતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શહેરી અને ગ્રામ્ય વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને પારદર્શક આયોજન સાથે વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષના કાર્યકાળની પ્રશંસા કરી અને આવનારા સમયમાં વધુ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande