મંત્રી કોશિક વેકારીયા એ માચીયાળા ખાતે ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
અમરેલી,02 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત સરકારના મંત્રી કોશિક વેકારીયા આજે માચીયાળા ખાતે આવેલ પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતા ભીમનાથ મહાદેવના દર્શન કરીને મંત્રી વેકારીયાએ આત્મિક શાંતિ અને ધન્યતાનો
મંત્રી કોશિક વેકારીયા એ માચીયાળા ખાતે ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી


અમરેલી,02 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત સરકારના મંત્રી કોશિક વેકારીયા આજે માચીયાળા ખાતે આવેલ પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતા ભીમનાથ મહાદેવના દર્શન કરીને મંત્રી વેકારીયાએ આત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.

મંદિર પરિસરમાં પહોંચતા જ તેમણે શિવલિંગ પર જળાભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી અને રાજ્ય તથા દેશની સમૃદ્ધિ, સુખ-શાંતિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે મંદિરના પૂજારીગણ તથા સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

મંત્રી કોશિક વેકારીયાએ જણાવ્યું હતું કે ભીમનાથ મહાદેવ મંદિર માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આવા પવિત્ર સ્થળોની જાળવણી અને વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા તેમજ મંદિર પરિસરના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

દર્શન દરમિયાન સ્થાનિક લોકો અને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક ભક્તોએ મંત્રી સાથે મુલાકાત કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ અંતે મંત્રીએ મંદિર ટ્રસ્ટના કાર્યની પ્રશંસા કરી અને આવનારા સમયમાં વધુ સુવિધાઓ માટે સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande