ગાંધીનગરમાં ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો રંગારંગ પ્રારંભ, હજારોની જનમેદની વચ્ચે સૂફી સંગીતની રમઝટ
ગાંધીનગર, 02 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો ગઈકાલે સેક્ટર ૧૧ સ્થિત ભાગવત કથા મેદાન ખાતે અત્યંત ભવ્ય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો હતો. મહ
સ્પિરિટ ઓફ ગાંધીનગર


સ્પિરિટ ઓફ ગાંધીનગર


સ્પિરિટ ઓફ ગાંધીનગર


સ્પિરિટ ઓફ ગાંધીનગર


ગાંધીનગર, 02 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો ગઈકાલે સેક્ટર ૧૧ સ્થિત ભાગવત કથા મેદાન ખાતે અત્યંત ભવ્ય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગરવાસીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો અને સમગ્ર ગ્રાઉન્ડ સંગીતપ્રેમીઓથી ઉભરાઈ ગયું હતું.

આ મહોત્સવની શરૂઆત એક અત્યંત આકર્ષક અને યાદગાર ક્ષણ સાથે થઈ હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ના પ્રતિક સમાન લોગોને હવામાં તરતો મૂકીને મહોત્સવનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. આકાશી નજારો જોઈને ઉપસ્થિત સૌ નાગરિકોએ તાળીઓના ગડગડાટથી મહોત્સવને વધાવી લીધો હતો.

ઉદ્ઘાટન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ગાંધીનગરના પોતાના ‘રામસખા મંડળ’ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના મુખ્ય આકર્ષણ એવા પ્રખ્યાત બેન્ડ ‘ધ જોગી એક્સપિરિયન્સ’એ સ્ટેજ સંભાળતાની સાથે જ માહોલ જામ્યો હતો. તેમણે સૂફી સંગીત અને ફ્યુઝન મ્યુઝિકના સથવારે એક પછી એક શાનદાર કૃતિઓ રજૂ કરી હતી, જેના તાલે યુવાનો અને નગરજનો મન મૂકીને ઝૂમ્યા હતા. સ્થળ પર કિડ્સ ઝોન અને ફૂડ સ્ટોલ્સનો પણ લોકોએ આનંદ માણ્યો હતો.

મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે, એટલે કે ૩જી જાન્યુઆરીના રોજ યુવાનોના માનીતા બેન્ડ ‘કબીર કાફે’ (Neeraj Arya's Kabir Cafe) નું લાઈવ પરફોર્મન્સ યોજાશે. આ દિવસે મોટી સંખ્યામાં યુવાધન ઉમટી પડે તેવી શક્યતા છે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ સાંસ્કૃતિક પર્વનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande