પાટણ જિલ્લામાં આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.28 લાખથી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY – આયુષ્માન ભારત) હેઠળ વર્ષ 2018થી અત્યાર સુધીમાં 1.28 લાખથી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કુલ 3.15 અબજ રૂપિયાથી વધુની સારવાર આપ
પાટણ જિલ્લામાં આયુષ્માન યોજના હેઠળ 1.28 લાખથી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો


પાટણ જિલ્લામાં આયુષ્માન યોજના હેઠળ 1.28 લાખથી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો


પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY – આયુષ્માન ભારત) હેઠળ વર્ષ 2018થી અત્યાર સુધીમાં 1.28 લાખથી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કુલ 3.15 અબજ રૂપિયાથી વધુની સારવાર આપવામાં આવી છે. યોજનાનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે.

વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં 72,786 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે, જેના માધ્યમથી જિલ્લામાં 48 કરોડ રૂપિયાથી વધુની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ બની છે.

યોજનાને વધુ સમાવેશી બનાવવા માટે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને વયવંદના યોજના હેઠળ વિશેષ આયુષ્માન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 57,554 વડીલોને કાર્ડ આપવામાં આવ્યા છે, તેમજ સરકારી કર્મચારીઓના પેન્શનરો માટે પણ કાર્ડ વિતરણની કામગીરી ચાલુ છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુ પટેલે જણાવ્યું કે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ છે, કારણ કે પ્રતિષ્ઠિત ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળવાથી આર્થિક બોજ ઓછો થયો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ યોજનાનો લાભ વધુ લોકો સુધી પહોંચાડવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande