હારીજ તાલુકામાં કાઠી-કાતરા અને ટોટાણા-થરા સુધીના પાકા માર્ગોના મજબૂતીકરણનું કામ પૂર્ણતાની નજીક
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : હારીજ તાલુકામાં કાઠી-કાતરા અને ટોટાણા-થરા સુધીના પાકા માર્ગોના મજબૂતીકરણનું કામ અંતિમ તબક્કામાં છે. હારીજ-કાઠી-કાતરા તથા હારીજ-ટોટાણા-થરા માર્ગોનું કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ કામગીરી જિલ્લા માર્ગ અ
હારીજ તાલુકામાં કાઠી-કાતરા અને ટોટાણા-થરા સુધીના પાકા માર્ગોના મજબૂતીકરણનું કામ પૂર્ણતાની નજીક


પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) : હારીજ તાલુકામાં કાઠી-કાતરા અને ટોટાણા-થરા સુધીના પાકા માર્ગોના મજબૂતીકરણનું કામ અંતિમ તબક્કામાં છે. હારીજ-કાઠી-કાતરા તથા હારીજ-ટોટાણા-થરા માર્ગોનું કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ કામગીરી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના હારીજ પેટા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. ૭ વર્ષ જૂના MDR/ODR રસ્તાઓને મજબૂત કરવા માટે સરકારે 16 ડિસેમ્બર 2024ના રોજ વહીવટી મંજૂરી આપી હતી. હારીજ-કાઠી-કાતરા મુખ્ય જિલ્લા માર્ગ (14 કિમી) માટે રૂ. 25.50 કરોડ અને હારીજ-ટોટાણા-થરા રોડ (18.200 કિમી) માટે રૂ. 2.80 કરોડની મંજૂરી આપવામાં આવી હતી.

પ્રોજેક્ટ હેઠળ બંને માર્ગો પર 7.00 મીટર પહોળાઈમાં રીસરફેસિંગ અને સ્ટ્રેન્ધનીંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં વેન્ટેડ કોઝવે, સી.સી. રોડ, ગટર, રોડ ફર્નિચર, સીડી વર્ક્સ અને પ્રોટેક્શન વોલ જેવી કામગીરીનો સમાવેશ થાય છે. 11 એપ્રિલે પી.એમ. કન્સ્ટ્રક્શનને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

હાલમાં હારીજ-ટોટાણા રોડ પર ડામરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને રોડ ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે, જ્યારે હારીજ-કાઠી-કાતરા રોડ પર ડામરની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. અંદાજે 90 ટકા કામ પૂર્ણ થયું છે અને બાકી રહેલું કામ 10 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે, જેના કારણે સ્થાનિક લોકોને સુરક્ષિત અને સુગમ મુસાફરીનો લાભ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande