મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની ગોઝારીયા ગામે મુલાકાત, વિકાસકાર્યોની તપાસ અને સમીક્ષા
મહેસાણા, 21 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગોઝારીયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગામમાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોની સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. ગામની મૂળભૂત સુવિધાઓ, ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો
જિલ્લા વિકાસ અધિકારીની ગોઝારીયા ગામે મુલાકાત, વિકાસકાર્યોની તપાસ અને PWM યુનિટની સમીક્ષા


મહેસાણા, 21 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગોઝારીયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગામમાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોની સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. ગામની મૂળભૂત સુવિધાઓ, ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો તેમજ સરકારની વિવિધ યોજનાઓની અમલવારી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગોઝારીયા ગામે તાજેતરમાં શરૂ કરાયેલ PWM (Plastic Waste Management) પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટની કામગીરીની પણ તપાસ કરવામાં આવી હતી. આ યુનિટ દ્વારા ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી એકત્ર થતો પ્લાસ્ટિક કચરો વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવશે, જેના કારણે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક અસર થશે.

જિલ્લા વિકાસ અધિકારીએ યુનિટની કામગીરી, કચરાના સંગ્રહ, છટણી અને પ્રોસેસિંગ પદ્ધતિ અંગે માહિતી મેળવી હતી તથા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા જાળવવા માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિકાસના કામોમાં ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા, તેમજ ગ્રામજનોને યોજનાઓનો પૂરતો લાભ મળે તે માટે સતત દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ મુલાકાતથી ગોઝારીયા ગામના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande