
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.)હારીજ તાલુકાના બોરતવાડા ગામે દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગામના સરપંચ દ્વારા રવિવારે સાંજે રિક્ષામાં લાઉડસ્પીકર દ્વારા જાહેર કરીને જણાવાયું કે, આ ગામમાં પહેલાં ખાનગી રીતે છૂટક દારૂનું વેચાણ થતું હોવાથી યુવાનોમાં વ્યસન વધવાની ભીતિ હતી. આ સમસ્યાથી ગ્રામજનો પરેશાન હતા, તેથી ગામને વ્યસનમુક્ત બનાવવા અને યુવાધનને દારૂની બદીથી દૂર રાખવા માટે આ પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે.
પ્રતિબંધનો અમલ રવિવાર સાંજથી શરૂ થયો છે. દંડની રકમનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો અથવા ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. ગ્રામજનો દ્વારા આ નિર્ણયને વધતા સ્વાગત સાથે સ્વીકારવામાં આવ્યો છે અને આગામી સમયમાં વધુ ચર્ચા-વિચારણા માટે સભાઓ યોજવાની યોજના છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ