પાટણમાં કલાકારોની મૃત્યુ સહાય નિધિ બેઠક યોજાઈ
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેરના કલાકારો દ્વારા સંચાલિત મૃત્યુ સહાય નિધિની બેઠક રવિવારે પીપળા ગેટ પોલીસ ચોકી સામે આવેલી રામી-માળી સમાજ જ્ઞાતિની વાડી ખાતે યોજાઈ. બેઠકમાં નિધિની પ્રવૃત્તિઓ અને નિયમોમાં સુધારા-વધારા કરવા બાબતે ચર્ચા કરવામાં આવી
પાટણમાં કલાકારોની મૃત્યુ સહાય નિધિ બેઠક યોજાઈ


પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેરના કલાકારો દ્વારા સંચાલિત મૃત્યુ સહાય નિધિની બેઠક રવિવારે પીપળા ગેટ પોલીસ ચોકી સામે આવેલી રામી-માળી સમાજ જ્ઞાતિની વાડી ખાતે યોજાઈ. બેઠકમાં નિધિની પ્રવૃત્તિઓ અને નિયમોમાં સુધારા-વધારા કરવા બાબતે ચર્ચા કરવામાં આવી.

હાજર કલાકારો, જેમાં મહિલા કલાકારો પણ શામેલ હતા, દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર કરાયા. આ સેવાના પ્રમોટર્સ પરેશ રામી, વિજય ભાવસાર અને રાકેશ સ્વામીની કામગીરીને વખાણવામાં આવ્યું. વરિષ્ઠ કલાકારો પ્રદીપ બારોટ, આત્મારામ નાઈ, નરેન્દ્ર ગોંડલિયા અને ખ્યાતિ નાયક (ભાવસાર) દ્વારા પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા.

બેઠકના અંતે તમામ કલાકારો સાથે સુરુચિભોજન કરવામાં આવ્યું અને આ રીતે બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande